This once is for you Maa

                       ॥ માં ॥

બધા ને હું હેરાન કરું..! પણ સૌથી વધુ હું મારી મમ્મીને હેરાન કરું😝…  ; સવારે ઉઠું ત્યારથી લઈ ને સુવા જાવ ત્યાં સુધી…!!😘મારી મમ્મી એટલી સારી છે ને એતો મને જ ખબર છે…એ મારી સાથે ‘ માં ‘ બનીને નહિ પણ મારી ‘ સખી ‘ બનીને રહે છે 👭…એણે મને  સમય આવતા જ બધુ શીખવાડી દીધું…મારી જુવાની માં મને જે ઈચ્છા થાય એ બધું જ કરવા દીધું…એ પછી મોઢા પરના લપેડા હોઈ કે કંઈક નવું બનાવવું હોઈ, કે ખરીદવું હોઈ…કે કંઈક પેરવું હોઈ કે કંઈક જવું હોય..ક્યારેય કાઈ ના જ નથી પાડી… એે એની જુવાની માં જે જલસો નથી કરી સકી એ બધો જ મને કરાવિયો છે…મારી મમ્મી જેટલી સુંદર છે એટલી જ ઈનોસન્ટ છે…એ એની સુખ દુઃખ ની વાતો મારી સાથે જ શેર કરે…બન્ને 24 કલાક સાથે જ હોઈએ…જો બે-ત્રણ દિવસ થી વધુ થાય એટલે મમ્મી રડી જ હોઈ😛..અને એ પણ મને એ નો કેય… કામવાળા માસી કે પાપા કૅય ત્યારે ખબર પડે…મારુ રોતલું… એવું કંઈક ફોન માં કે tv માં જોવે એટલે તરત આખું ભીની થઇ જાય…અને લગ્ન માં’તો , સાસરે જતી હોય બીજાની છોકરી ને પટ..પટ… મારી મમ્મી !!!

 કામ કરતી વખતે મારા ઘોંઘાટીયા ગિત 🎶શરૂ થાય ત્યારથી લય આખો દિવસ મને સહન કરવું કાઈ સહેલી વાત છે 😝 એવું નથી કે એને હું મારા ઘોંઘાટીયા📣ગિત જ સંભળાવું છું…. એના પંસંદિતા ગીત પણ વગાડું છું🎵…. અને એમાં અમે બન્ને ડાન્સ પણ ક્યારેક ક્યારેક કરી લઈએ😉🙈બાકી આપડો ડાન્સ તો શરૂ જ હોઈ 🙊😆 કોઈ નાચે કે નો નાચે…!! આપડે તો 😝 …!

અને જે મજા મમ્મી ના હાથ માં છે એવી તો ક્યાંય નઈ… ઈ મમ્મી માંથામાં તેલ નાખતી હોઈ..ને સાથે ટપ …ટપ …ટાપલીયુ પડતી હોઈ…વાળ ની’તો પથારી ફેરવી નાખવી ને આમ ને…તેમ ને…! અને એમાં પણ જો બાર ફળીયા માં બેઠા બેઠા તેલ નખાતું હોઈ ..તો’તો બાજુના બે ઘરે ખબર પડે કે અનેરી બેન ના માથા માં તેલ નખાય છે😝 અને ઇ પછી અનેરીબેન માંથી જે હું મણીબેન લાગુ 😝😝

પણ એ  મમ્મી ના હાથ માં જે અનેરી મજા છે એવી તો દુનિયા ના એકોઈ spa કે parlour માં નથી…મારુ Mammudiyuu😘

મારી સાથે એ પેલલે થી જ એવી રીતે રહી છેને કે મને જ્યારે પણ કાઈ પણ પ્રશ્ન થાય હું તરત જ એને પૂછી લવ..પછી ભલેને એ ગમે તેવો હોઈ…અને એ પણ નિઃસંકોચ મને સમજાવે…અને મમ્મી રસોડા માં કામ કરતી હોય અને હું પ્લેટફોર્મ પર બેસી હોવ અને સતત મારુ બક બક શરૂ હોઈ.. ઘણી વાર તો ખબર હોય તોય પૂછી પૂછી ને એને ખાટી કરું 😝

અને એને ફોટા પાડવાનો અને whatsapp નો તો એટલો શોખ ને ….કોઈક સ્ટોરી મૂકી ને પટક નારાની ખોલે…કોઈક એ સ્ટોરી મૂકી ..ને …પટક નારાની ખોલી😝મારે તો ક્યારેય ખોલવાની જ નો હોઈ download થયેલી જ હોઈ 😝 મારી અનેરી મમ્મી…love you Maa 😘

Advertisements

એક અનેરી…

ઘડીક માં રો’તિ ને ઘડીક માં હસતી
ઘડીક શાંત ને ઘડીક માં બઘડાટી
સારા માટે સારી ને ખરાબ માટે ખરાબ
બહાર થી ખુલ્લી કિતાબ ને અંદર થી તો કોઈ ઑલખતું જ નથી…
જેટલી તોફાની એટલી જ innocent
પોતાની અનેરી દુનિયામાં જ મસ્ત
ગામ આખા ની પટલાયુમાં શોખ નથી ને કોઈ પંચાત કરે એ પસંદ નથી
સિરિયલ ની મને ટેવ નથી ને ભણવાનો મને શોખ નથી
આવી છું હું …
વિચિત્ર
સ્કૂલ માં બધી છોકરી ના પેન ના પાઉચ માં ચોકલેટ ને પેન હોઈ..મારા પાઉચ માં ફીનાઇલ ની ગોળી હોઈ…બોવ ગમેે  ને !!! સુગંધ એટલે…
 પેટ્રોલ ની સુગંધ
ફટાકડા નો ધુમાડો
માટી ની સુગંધ
એ બધુમારુ ફેવરીટ…
ખજૂર પ્રેમી…આંબલી ની કાળ….ભૂતડા ની દીવાની
અને બુસ્ટ ની ભૂખડી છું…
આ બધી વસ્તુ ચોરી કરવી પડે બોલો….કોઈ ખાવા જ નો દૈ…
અને બરફ તો…એટલો ભાવે …એટલો ભાવે …કે વાત પૂછો માં….મહેમાન ઘરે આવે અને coldrinkમાં નાખવા mummy બરફ ની ટ્રે કાઢે એટલો નો જ દેખાય….ઝાપટી જ ગઈ હોવ…

આવી છું હું….બધા ને હેરાન કરતી નેરોજ નવા કાંડ કરતી.. તો પણ બધા ની લાડકી…ને પાપા ની તો જાન….
 અને ગમે એટલું ખોટું હોઈ…side તો પાપા ની જ લેવાની..પાપા જ સાચા બીજા બધા ખોટા … પપ્પા જેટલો પ્રેમ કોઈ માટે નય…. પપ્પા એટલે પપ્પા…બસ….
                                              પપ્પા ની પ્યારી
                                                 – ભનકુડી

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે…

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે…..